સ્વામી નેમિનાથ તુંહિ, આશરો છે મારે;
તારો મને ત્યાગના વેશમાં....ઓ ! પંખિડા૦ ૪
મુક્ત બ્રહ્મચારી એ, દંપતિને પ્રણમો,
સંત કહે છે ઉપદેશમાં........ઓ! પંખિડા૦ ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
ઓ! પંખિડા જાજે વિદેહના દેશમાં,
બોલજે હેજે સંદેશમાં.....ઓ૦ ૧
સ્વામી બિરાજે છે પૂરણ આનંદમાં,
વિદેહ જેવા પ્રદેશમાં.......ઓ૦ ૨
કહેજે કે તુમ ભક્તો ભરતે ઝૂરે છે,
જીવે તુમ દર્શન આશમાં.......ઓ૦ ૪
કહેજે તુમ ભક્તે કીધી પ્રતિજ્ઞા,
જીવે છે ત્યાગી વેશમાં.......ઓ૦ ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
આટલો સંદેશો ચંદા જિનજીને કહેજો,
તેનો પ્રત્યુત્તર અમને દેજો સંદેશો ચંદા જિનજીને કહેજો. ૧
શ્રી સીમંધરસ્વામી દૂરે વસો છો,
વંદના સ્વીકારી મારી લેજો. — સંદેશો ચંદા૦ ૨
સ્તવન મંજરી ][ ૩૨૫