તુજ પદ – પંકજ મુજ મન – ભૃંગ,
ચિત્તમાં લાગ્યો મજીઠો રંગ — સંદેશો૦ ચંદા૦ ૩
તરણતારણ પ્રભુ મુજને તારો,
તારક બિરુદને ધરજો — સંદેશો ચંદા૦ ૪
તુજ વિરહમાં પ્રભુ ટળવળતો દેખી,
સેવકને ઝટ તારી લેજો. — સંદેશો ચંદા૦ ૫
તુજ સેવામાં પ્રભુ દેવ છે કોડી,
એક મોકલજો આવે દોડી. — સંદેશો ચંદા૦ ૬
તો મુજ આશા પૂરણ થાય,
આનંદ મંગળ વરતાય. — સંદેશો૦ ચંદા૦ ૭
દેવાધિદેવ તું તો દીન-દયાળ,
હું વિનવું બે કર જોડ નાથ. — સંદેશો ચંદા૦ ૮
❐
શ્રી વર્દ્ધમાન જિન – સ્તવન
જય વર્દ્ધમાન પ્રભો, સ્વામી જય વર્દ્ધમાન પ્રભો,
દાસ ખડે હૈં ચરણકમલમેં, નૈયા પાર કરો.....ઓ જય૦ ૧
કામ ક્રોધ મદ લોભ રહિત સ્વામી, તુમ અંતરયામી;
ભક્તજનોં કે તારણવાલે, અતિ શુદ્ધ-વૃત્તિ ગામી.....ઓ૦ ૨
દેવ દેવિયાં સુરનર સારે, મહિમા નિત ગાવે;
આનંદ મંગલાચાર રહે મન, વાંછિત ફલ પાવે....ઓ....૦ ૩
૩૨૬ ][ શ્રી જિનેન્દ્ર