બૂરા હું ભલા હું અધમ હું કે પાપી હાં,
દયાકર તું મુઝે કે દયા ચાહતા હું.....મહાવીર૦
❐
શ્રી જિન – સ્તવન
ત્રિશલાના જાયાની લાગી મને માયા,
મહાવીરનાં મીઠાં સંભારણાં,
વીર-પ્રભુ સાથે મેં તો બાંધી છે પ્રીતડી,
દિલમાં વસી ગઈ મૂરતિ અલબેલડી;
ધરું સંયમ કેરા ચીર......મીઠાં૦ ૧
આતમાની જ્યોત જેણે જગમાં જગાવી,
સ્વપરના ઉદ્ધાર કાજે જીંદગી વીતાવી;
સાગર સમાન ગંભીર.....મીઠાં૦ ૨
ભજતાં ભાવે ભવ કર્મો ખપાવે,
શિવલક્ષ્મી સુખ-સંપદ પાવે,
ઉતારે ભવજલ તીર.....મીઠાં૦ ૩
ત્રિશલાના જાયાની લાગી મને માયા.......મહાવીરનાં૦
❐
શ્રી જિન – સ્તવન
એક જ હૃદયના જાનથી વરસો સુધી સેવા કરી,
તારા ચરણ પાસે હૃદયના પુષ્પની સૌરભ ધરી;
સ્તવન મંજરી ][ ૩૨૯