લાખ સંકટ મસ્તકે, પરવા છતાં એ ના કરી,
તારા જ દર્શન કાજ વીતી જીંદગી આંસુભરી;
દરશન આપો ઓ પ્રભુજી પ્યારા દર્શન પ્યાસી આજે
બાલ તુમારો.
રામ તુંહી છે શ્યામ તુંહી છે, જગત-ઉદ્ધારક નાથ તુંહી છે,
ભવરણનો વિસામો તુંહી છે, તું છે અમારો આરો. – દર્શન૦
વીતરાગ કેરી તું પ્રતિમા, તોયે દયા સંચારશે,
નિસ્પૃહ દેખું આંખ પણ ત્યાં અમી કેરી ધાર છે;
સાકાર દેખું બાહ્યથી તોયે તું તો નિરાકાર છે;
જ્ઞેય તારા જ્ઞાનમાં પણ જ્ઞાન તુજ સ્વરૂપ છે;
કષ્ટો કાપો ઓ પ્રભુજી વ્હાલા દુનિયા પૂજે આજે બાલ તુમારો. – દ૦
રામ તુંહી છે શ્યામ તુંહી છે, જગત-ઉદ્ધારક નાથ તુંહી છે,
ભવરણનો વિસામો તુંહી છે, તું છે અમારો આરો. – દરશન૦
❐
શ્રી જિન – સ્તવન
ભક્તિરસના ભાવભીના એ, ભરભર પ્યાલા પીલો;
સૌ ભરપૂર પ્યાલા પીલો.
સમતાભાવે જિનદરશનના, અમૃતપાન કરી લો;
સૌ અમૃતપાન કરી લો.
૩૩૦ ][ શ્રી જિનેન્દ્ર