કાલ અનાદિના કર્મને છેદી, ક્રોધ માન માયાને ભેદી;
ચિદ્-વિશ્વમાં તત્ત્વજ્ઞાનના, મહાવીર પાઠ પઢી લો,
સૌ૦ ભક્તિરસના૦
સાગર ખારા સલિલ તુફાની, મળ્યા હવે જિન ખરા સુકાની;
ભવસાગર તરવા જો ચાહો, નૈયા પાર કરી લો,
સૌ૦ ભક્તિરસના૦
રાજપાટ સુખ-સંપદ ત્યાગી, બન્યા સંયમી જિન વીતરાગી;
ત્યાગવૃત્તિના અજોડ મંત્ર એ, ઘટઘટ ધ્યાન ધરી લો,
સૌ૦ ભક્તિરસના૦
આતમ-ધર્મનું મનન કરીને, ભાવે વીર – વચન દિલ ધરીને;
મહાવીર વધાઈ મંગલ થાવે, શિવ – લક્ષ્મી સુખ વરી લો,
સૌ૦ ભક્તિરસના૦
❐
શ્રી નંદીશ્વર જિન – સ્તવન
નંદીશ્વર – જિનધામની શોભા સારી,
હાંરે બિંબ રતનમયી વીતરાગી;
હાંરે જિહાં બાવન જિનમંદિર ભારી,
હાંરે સોહે (બિંબ) એકસો આઠ. (૨) નંદી ૧
અષ્ટાહ્નિકા પર્વ જગમેં બહુ રૂડો,
હાંરે તિહાં ઊતરે દેવોનાં વૃંદો;
સ્તવન મંજરી ][ ૩૩૧