Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 332 of 438
PDF/HTML Page 350 of 456

 

background image
હાંરે ઉત્તમ દ્રવ્ય લાવીને આઠો,
હાંરે કરતા ભાવે પૂજન (૨) નંદી
રત્નમણિ-દીપે આરતિ ઇંદ્રો કરતા,
હારે વીણા તાલ મૃદંગ સ્વરે ગાતા;
હાંરે વિધવિધ ભાવે નૃત્ય કરતા,
હાંરે ગાવે મહિમા અચિંત્ય (૨) નંદી
સુવર્ણપુરી તીર્થધામમાં દાસ વસિયો,
હાંરે શાશ્વત પ્રતિમા દર્શનનો રસિયો;
હાંરે જિનધામ નિરખવા ઊલસિયો,
હાંરે ક્યારે ભેટું જિનરાજ (૨) નંદી
માંહોમાંહે સહુ દેવેન્દ્રો ગાન કરતા,
હાંરે ચાલો ચાલો સહુ મળી સંગમાં;
હાંરે વંદન પૂજન ભક્તિ કરવા,
હાંરે જઈએ નંદીશ્વરધામ (૨)
હાંરે અહો અહો ધન્ય ભાગ્ય (૨) નંદી
શ્રી સીમંધર જિનસ્તવન
મારા નાથની વધાઈ આજે છે,
મારા સ્વામીની વધાઈ આજે છે;
એના શબ્દ ગગનમાં ગાજે છે,
નારા નાથની વધાઈ આજે છે.
૩૩૨ ][ શ્રી જિનેન્દ્ર