સીમંધર નાથની વધાઈ આજે છે,
મહાવિદેહી ભરતે પધાર્યા છે,
ભવ્ય ભક્તોની અરજી સ્વીકારી છે;
શાસન-ઉન્નતિ આજે છે....મારા૦
તુજ સેવકનાં હૃદયો ઊલસે છે,
આજે અમૃત વરસા વરસે છે;
દિવ્યધ્વનિના નાદો ગાજે છે......મારા૦
આજે સ્વર્ગેથી દેવદેવેન્દ્રો આવે છે,
આવી ભક્તિની ધૂન મચાવે છે;
જિનરાજનો જયકાર ગજાવે છે...મારા૦
પ્રભુ ઉપશમ-રસમાં મ્હાલે છે,
ગુણ રત્ન મુદ્રા સોહે છે;
નિજ સ્વરૂપાનંદમાં ડોલે છે......મારા૦
તુજ સમવસરણે જે આવે છે,
તેનાં સર્વે કાર્યો સિદ્ધ થાયે છે;
ત્રિલોકીનાથનો પ્રભાવ એ ગાજે છે...મારા૦
પ્રભુ સેવક લળી પાય લાગે છે,
તુજ ચરણ સેવા આજે માગે છે;
સર્વ વાંછિત વધાઈ આજે માગે છે,
કૃપાનાથ કૃપા વરસાવોને.....મારા૦
સ્તવન મંજરી ][ ૩૩૩