Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 335 of 438
PDF/HTML Page 353 of 456

 

background image
ભક્ત-વત્સલ ભગવાન કહાવો, સાર્થક કરો એ દાવોરે. આ૦
જગબંધુ! તવ શરણે આવ્યો, દયા દિલમાં લાવોરે. આ૦ ૪
ત્રિવિધ તાપથી તપ્ત અંતર છે, કૃપામૃત વરસાવોરે. આ૦
નિજ ગુણના પકવાન બનાવ્યા, સમ્યક્-સુખડી ચખાવોરે. આ૦
તુજ સેવકની અરજ ઉર ધારો, જ્યોત જિગરમાં જગાવોરે. અ૦
શ્રી વીર જિનસ્તવન
આ ચૈત્રત્રયોદશી આજ છે સહુ જય બોલો;
આ જન્મકલ્યાણક આજ મહાવીરજીની જય બોલો.
આ ત્રિશલામાતાના નંદન, જિણંદજીનો જય બોલો;
આ સિદ્ધારથ-નૃપકુલચંદ, મહાવીરજીની જય બોલો.
પ્રભુ શાસન ઉદ્ધારક જનમિયા, સહુ જય બોલો;
પ્રભુ તરણતારણ જિનરાજ, મહાવીરજીની જય બોલો.
પ્રભુ ત્રીશ વર્ષે તપ આદર્યા, સહુ જય બોલો;
વનવાસે કર્યું આત્મધ્યાન, મહાવીરજીની જય બોલો.
શુક્લધ્યાને ઉજ્જ્વળતા આદરી, સહુ જય બોલો;
લીધા કેવળજ્ઞાન અખંડ, મહાવીરજીની જય બોલો.
પ્રભુ અનંતચતુષ્ટયે રાજતા, સહુ જય બોલો;
અનંત અનંત આનંદ વેદનાર, મહાવીરજીની જય બોલો.
સ્તવન મંજરી ][ ૩૩૫