દિવ્ય રચના ભરી દિવ્યધ્વનિ છૂટી, સહુ જય બોલો;
તર્યા ભવ્ય જીવો અનંત, મહાવીરજીની જય બોલો.
તુજ શાસનનો વૃદ્ધિકાળ દેખું, સહુ જય બોલો;
પ્રગટ્યા તુજ સુપુત્ર કહાન, ગુરુજીનો જય બોલો.
સત્ ધર્મના દરિયા વહાવિયા; સહુ જય બોલો;
જેણે ઉછાળ્યા આખા ભારત, ગુરુજીનો જય બોલો.
જેણે હલાવ્યા આખા હિંદ, ગુરુજીનો જય બોલો;
શાસન-વૃદ્ધિ-દિન આજનો, સહુ જય બોલો.
વધતાં દેખું ગુરુદેવ, ગુરુજીનો જય બોલો;
શ્રી જયવંત ગુરુજીનો જય દેખી સહુ જય બોલો.
મારા વંદન હો અનંત, ગુરુજીનો જય બોલો.
❐
શ્રી જિન – સ્તવન
મેં પ્રભુ ભક્તિમેં ચિત્તકો લગાકર ડોલું........રે
મેં હર્ષભર જિનમંદિર આઉં,
મેં જિનવરકા ગુણ ગાઉં;
પ્રભુજી તુજ ચરણોંમેં ફિર ફિર શિર નમાવું.........રે ૧
અહો પરમ શાંત મુદ્રાકા ધારી,
પ્રભુ તુમ દર્શન હૈ આનંદકારી;
મેં ભક્તિ ભર ભર તેરે પૂજનકો આઉં........રે ૨
૩૩૬ ][ શ્રી જિનેન્દ્ર