Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 429 of 438
PDF/HTML Page 447 of 456

 

background image
અંજનશલાકા ગુરુજી હાથથી રે રાજ;
અંજનશલાકા શુદ્ધ ભાવથી રે રાજ,
અંજનશલાકા પવિત્ર હાથથી રે રાજ;
અંજનશલાકા કહાન પ્રભુ કરે રે રાજ.
સુવર્ણપુરે પ્રભુજી પધારિયા રે રાજ;
પધાર્યા સાક્ષાત્ ભગવાન રે. અંજન૦
દીઠાં મેં તો ત્રિજગ તારક દેવને રે રાજ;
નયણે નિરખ્યા સીમંધર નાથ રે. અંજન૦
ઉપશમરસ પ્રભુ નેણલે રે રાજ;
વદનકમળે જ્ઞાનાનંદ અપાર રે. અંજન૦
ધન્ય વીતરાગ તારી દિવ્યતા રે રાજ;
ધન્ય ધન્ય પૂર્ણ પ્રભુ નાથ રે. અંજન૦
દેવ ગુરુની જોડી શોભતી રે રાજ;
શોભે છે કાંઈ ચંદ્ર સૂર્યનાં તેજ રે. અંજન૦
ગુરુજીમુખે સરસ્વતી છૂટતી રે રાજ;
નીતરતું શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ રે. અંજન૦ ૭
અકર્તા સ્વરૂપને મલાવતા રે રાજ;
થાય જડ ચૈતન્ય વિભિન્ન રે. અંજન૦
સુરેંદ્ર નરેંદ્ર દેવ માનવો રે રાજ;
વિભુ મહોત્સવના જયનાદ ગાય રે. અંજન૦
સ્તવન મંજરી ][ ૪૨૯