સ્તવન
આજ મારે મંદિરે પધારિયા રે લાલ,
વિદેહી શ્રી પ્રભુ દેવ રે,
પ્રતિષ્ઠાદિન દીસે આજનો રે લાલ. ૧
અમ રંકને પ્રભુ પાવન કર્યા રે લાલ;
ઉન્નત કર્યાં અમ કાજ રે. પ્રતિષ્ઠા૦ ૨
સમવસરણ સાથે લઈ રે લાલ,
સાથે રાખ્યા કુંદકુંદદેવ રે. પ્રતિષ્ઠા૦ ૩
એવા પગરણથી પ્રભુ ચાલિયા રે લાલ;
સ્થિરવાસ કર્યો અમ સ્થાન રે. પ્રતિષ્ઠા૦ ૪
હે નાથ! તારી અમૃત દ્રષ્ટિથી રે લાલ;
મારો આતમ ઉલસિત થાય રે. પ્રતિષ્ઠા૦ ૫
પંચ કલ્યાણિક મહોત્સવ થયા રે લાલ;
ગુરુજી-કમકમળે મહા પ્રતિષ્ઠા થાય રે. પ્રતિષ્ઠા૦ ૬
દમીશ્વર યોગીશ્વર નાથ છો રે લાલ;
જિનેંદ્ર જગનાથ ભગવાન રે. પ્રતિષ્ઠા૦ ૭
યોગીશ્વર અર્ચિત પ્રભુ પૂજ્ય છો રે લાલ;
દેવેંદ્ર નરેંદ્ર પૂજ્ય નાથ રે. પ્રતિષ્ઠા૦ ૮
સમવસરણ સ્વામી બ્રહ્મેશ્વરા રે લાલ;
ગણાધિપતિ ગુણાકર દેવ રે. પ્રતિષ્ઠા૦ ૯
૪૩૦ ][ શ્રી જિનેન્દ્ર