સત ઉદય અમ પુરમાં રે લાલ;
સદા સૌખ્ય દેવ ગુરુ શાસ્ત્ર રે. પ્રતિષ્ઠા૦ ૧૦
❐
શ્રી વીશ વિહરમાન જિન – સ્તવન
(વીરકુંવરની વાતડી કેને કહિયે – રાગ)
વિચરંતા વીશ જિનને વંદું ભાવે,
હાંરે એ તો સાક્ષાત જિનવર બિરાજે;
હાંરે એ તો અમીરસ ફૂલડાં વરસાવે,
હાંરે ઝટ દેખું જિનવૃંદ.....વિચરંતા. ૧
ધન્ય વિદેહના માનવી ચરણ સેવે,
હાંરે ગગને ઇંદ્રોનાં ટોળાં ઉભરાયે;
હાંરે અહોનિશ આનંદ મંગળ વરતાવે,
હાંરે વીતરાગી જયકાર....વિચરંતા. ૨
પાંચ વિદેહની અદ્ભુત એવી શોભા,
હાંરે જીહાં વિચરંતા વીશ દેવા;
હાંરે ગણધર મુનિવર કરે જસ સેવા,
હાંરે દેખું ધન્ય એ દ્રશ્ય. વિચરંતા. ૩
વિદ્યાચરણ જંઘાચરણનાં ટોળાં ઊતરે,
હાંરે સર્વે મુનિવરો પ્રભુધ્વનિ સુણે;
હાંરે કોઈ કોઈ કેવળજ્ઞાની બની જાવે,
હાંરે કોઈ થાવે સિદ્ધ ભગવંત...વિચરંતા. ૪
સ્તવન મંજરી ][ ૪૩૧