Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 432 of 438
PDF/HTML Page 450 of 456

 

background image
હે વીશ જિનવર કૃપાળુ કૃપા કીજો,
હાંરે જેમ ગણધર મુનિવર ઇંદ્રો;
હાંરે જેમ ચરણમાં શરણે રાખો છો,
હાંરે તેમ મુજ રાખો દેવ....વિચરંતા.
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગમેરી અરજી ઉપર પ્રભુ ધ્યાન ધરો)
મેરા મન તો રમે, પ્રભુ તુંહિ ધ્યાને;
મેરા દિલ તો ભમે, નાથ ત્હારા ગાને.
(શેર)
તુંહિ માતા તુંહિ પિતા, ભ્રાતા મેરો તું સચ્ચ હૈ;
તુંહિ ગતિ હૈ તુંહિ મતિ હૈ મેરા ગુરુ તુંહિ સ્વચ્છ હૈ;
મેરા પ્રભુજી તારો, નહિ કહોજી શાને?........મેરા૦
મહારાયા મહાતીર્થપ, મહાયોગી તુહિં હો;
દુઃખદાયી ભવાર્ણવે, જહાજ સમ જિન તુંહિ હો,
મેરા કોટી વંદન, પ્રભુ હોજો થાને.....મેરા૦
શ્રેયાંસરાયા સત્યમાતા, નંદ જય જયકાર હો;
વૃષભ લંછન તુજ સારા, જગજીવન આધાર હો;
લોકાલોક કે ભાવ પ્રભુ તુંહિ જાને......મેરા૦
આધિ વ્યાધિ ને ઉપાધિ, દુઃખ મુજે ખૂબ દેતી હૈ;
અબ તો પ્રભુજી તુમ મિલનસેં, ચેતના મુજ ચેતી હૈ,
સુરાસુર પૂજિત તુજ આણ માને......મેરા૦
૪૩૨ ][ શ્રી જિનેન્દ્ર