વાણી હૈ સચ્ચી પ્રભુકી, ભવિક સુખ દાતાર હૈ;
તુજ છોડકે ભજે અવરકો, જીવ વોહી સચ્ચ ગમાર હૈ;
તેરા સેવક ગુણ ગાવે એક તાને......મેરા૦ ૫
❐
શ્રી વીર જિન – સ્તવન
(ગાજે પાટણપૂરમાં – રાગ)
આજે વીરપ્રભુજી નિર્વાણ પદને પામિયા રે,
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન;
સુરનર આવે નિર્વાણ કલ્યાણકને ઊજવવારે. આજે૦ ૧
(સાખી)
ચરમ તીર્થંકર વીર પ્રભુ ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી વિરહ પડ્યા દુઃખદાય;
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે,
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત;
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહ પડ્યા રે. આજે૦ ૨
ત્રીશ વર્ષે તપ આદર્યા લીધા કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારી ને પામ્યા પદ નિર્વાણ;
પ્રભુજી આપે તો આપનો સ્વારથ સાધિયો રે,
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ;
અમને કેવળના વિરહામાં મૂકી ચાલિયા રે. આજે૦ ૩
તોપણ તુજ શાસનમાંહિ, પાક્યા અમૌલિક રત્ન,
કુંદામૃત ગુરુ કહાન છે, શાસન ધોરી નાથ;
સ્તવન મંજરી ][ ૪૩૩