જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવિયારે,
જે છે અમ સેવકના આતમ રક્ષણહાર,
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપિયારે આજે૦ ૪
ભરતે વીરપ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે,
તે છે કહાન ગુરુનો પરમ પરમ પ્રતાપ;
જેણે વીરપ્રભુનો મુક્તિમાર્ગ શોભાવિયો રે,
જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે. આજે૦ ૫
❐
શ્રી કુંદકુંદાચાર્ય – સ્તવન
(ગાજે પાટણપુરમાં – રાગ)
આજે મંગળકારી મહા સૂર્યોદય ઊગિયો રે,
ભવ્યજનોનાં હૈયે હર્ષાનંદ અપાર;
શ્રી કુંદકુંદ પ્રભુજી શાસન શિરોમણી થયા રે. આજે૦ ૧
(સાખી)
શ્રી મહાવીર જિણંદના, કેડાયત કુંદનાથ;
વીર શાસનનો તું થાંભલો, થંભાવ્યો મુક્તિનો રાહ.
જેને આચાર્યની પદવી આજે શોભતી રે,
જેની જળહળ જ્યોતિ ઝળકે દશદિશિમાંય;
જેને જોવાને ઇંદ્રોનાં ટોળાં ઊતર્યાં રે. આજે૦ ૨
શ્રી મહાવિદેહક્ષેત્રમાં, વિચરંતા ભગવાન;
સીમંધર જિનનાથના, સાક્ષાત દર્શન કરનાર.
૪૩૪ ][ શ્રી જિનેન્દ્ર