Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 435 of 438
PDF/HTML Page 453 of 456

 

background image
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે,
જેની આતમશક્તિની કરવી શું વાત!
તેનાં ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે. આજે૦
વનવાસી ઓ મુનિવરા! આતમ ધ્યાને મગ્ન;
આતમ સાધના સાધતા અહો! દિગંબર સંત.
જેનાં પાદ ચરણને પૂજે સહુ નરનારીઓ રે,
જેની વાણી સુણવા આવે ચારે તીર્થ;
જેની પ્રભાવનાનો વેગ ઝડપથી ચાલિયો રે,
એવા સંતોનાં ચરણની ઇચ્છું સેવના રે. આજે૦
કુંદ હૃદયને ઓળખાવનાર ગુરુ કહાન છે રે,
જેના મુખકમળથી વરસે અમૃતમેહ;
સુણવા ભક્તજનોનાં ટોળાં સ્વર્ણે ઊતરે રે,
એવા સદ્ગુરુદેવની સેવક ઇચ્છે સેવનારે. આજે૦
શ્રી પદ્મપ્રભુ જિનસ્તવન
(ધરમ પરમ અરનાથનોરાગ)
પદ્મ પ્રભુ જિન સેવના, મેં પામી પૂરવ પુણ્યજી,
જનમ સફળ એ માહરો, હું માનું એ દિન ધન્યજી. પદ્મ.
વિનતિ નિજ સેવક તણી, અવધારો દીનદયાળજી;
સેવક જાણી આપણો, હવે મહેર કરો મયાળજી. પદ્મ.
સ્તવન મંજરી ][ ૪૩૫