તુંહી બ્રહ્મા તુંહી વિષ્ણુ, તુંહી મનવિસરામી છે;
તુંહી શંકર તુંહી તારક, તુંહી આતમરામી છે;
તુંહી નામ રટણ દિન રાત કરું.....શાંત૦ ૨
તુંહી જ્ઞાની તુંહી દાની, તુંહી ગુણ-ભંડારી છે;
તુંહી નાથ તુંહી વિભુ, તુંહી સમતાધારી છે; તું૦ શાં૦ ૩
તુંહી વીર તુંહી સંત, તુંહી ચિદાનંદ છે;
તુંહી સુમતિ તુંહી જિનવર, તુંહી સહજાનંદ છે; તું૦ શાં૦ ૪
તુંહી અજર તુંહી અમર, તુંહી જગદાનંદ છે;
તુંહી જગ-તારણહારો; તુંહી પૂરણાનંદ છે.
તુંહી નામ રટણ દિનરાત કરું.....શાંત૦ ૫
✧
શ્રી સીમંધર જિન – સ્તવન
(રાગ – હરી મોહે)
વંદન કરું જિનરાજ ભાવથી હું,
વંદન કરું જિનરાજ. વંદન૦ (ટેક)
શ્રી વીતરાગદેવ સીમંધરજિનજી (૨)
નિરખતાં હર્ષ અપાર; ભાવથી હું વંદન૦ ૧
આતમ-બળથી મોહના વિજયી (૨)
જ્ઞાનાદિ ગુણના ભંડાર; ભાવથી હું વંદન૦ ૨
ચંપક-માળ સમ આનંદકારી (૨)
સર્વ પ્રાણી સુખકાર; ભાવથી હું વંદન૦ ૩
સ્તવન મંજરી ][ ૭૯