શ્રી સીમંધર જિન – સ્તવન
(રાગ — ધનાશ્રી, દેશી – અખિયનમેં અવિકારા)
મૂરતી મોહનગારી સીમંધરજિન, મૂરતી મોહનગારી. (ટેક)
અનંત જ્ઞાન ને દર્શને ભરિયા, લાગું હું લળી લળી પાય,
અનંત ચારિત્રગુણના ભંડાર, લાગું હું લળી લળી પાય...સી૦ ૧
અનંતબલી ને આતમરામી, લાગું હું લળી લળી પાય;
જગત-જીવના છો ઉપકારી, લાગું હું લળી લળી પાય...સી૦ ૨
રૂપ મનોહર, વંદિત સુરનર, લાગું હું લળી લળી પાય;
સકળ દોષથી રહિત જિનવર, લાગું હું લળી લળી પાય...સી૦ ૩
સર્વ ગુણે સંપન્ન વીતરાગ લાગું હું લળી લળી પાય;
શુદ્ધ ધર્મનો પ્રચાર કરનાર, લાગું લળી લળી પાય....સી૦ ૪
શશિ શીતળ સમ શાંતિવિધાતા, લાગું લળી લળી પાય;
તુજ સેવકનાં દુઃખો હરનારા, લાગું લળી લળી પાય.....સી૦ ૫
❀
શ્રી પદ્મનાથ જિન – સ્તવન
(રાગ – મેરી અરજી ઉપર)
શાંત મૂર્તિ પદ્મ પ્રભુ નમન કરું,
દેવ કૃપાનિધિ મુજ સુખ કરું....(ટેક)
તુંહી રાજા તુંહી પિતા, તુંહી તારણહાર છે;
તુંહી ભ્રાતા તુંહી પાલક, તુંહી રક્ષણહાર છે;
તુંહી નામ રટણ દિનરાત કરું.....શાંત૦ ૧
૭૮ ][ શ્રી જિનેન્દ્ર