Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 77 of 438
PDF/HTML Page 95 of 456

 

background image
(સાખી)
જિનગુણરામી ૠષભદેવ, અજિતનાથ ભગવંત;
જગદીશ્વર સંભવનાથને, નમું અભિનંદન બલવંતરે. જિ૦
(સાખી)
સુમતિદાતા સુમતિજિન, કરું પદ્મપ્રભ સેવ;
સુખકર સુપાર્શ્વનાથને, નમું ચંદ્રપ્રભ જિનદેવરે. જિ૦
(સાખી)
મનવિસરામી સુવિધિજિન, શીતલકર શીતલનાથ;
ઘનનામી શ્રેયાંસનાથને, નમું વાસુપૂજ્ય બ્રહ્મચારી રે. જિ૦
(સાખી)
અંતરજામી વિમલજિન, ભવજલતારું અનંત;
ધર્મદાયક ધર્મજિનને, નમું શાંતિકર શાંતિ ભદંતરે. જિ૦
(સાખી)
આતમરામી કુંથુનાથ, મહિમાવંત અરનાથ;
બ્રહ્મચારી મલ્લિનાથને, નમું મુનિસુવ્રત મુનિનાથરે. જિ૦
(સાખી)
આત્મગુણી નમિનાથ-જિન, બ્રહ્મચારી નેમિ-જિણંદ;
બ્રહ્મચારી પાર્શ્વનાથને, નમું વીર-જિણંદ દિણંદરે. જિ૦
(સાખી)
પૂર્ણાનંદી અરિહંતને, નમું પરમ ઉલ્લાસ;
પ્રભુ શરણાગત દાસના, ઝટ તારો પ્રભુ મને ખાસરે. જિ૦
સ્તવન મંજરી ][ ૭૭