Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 438
PDF/HTML Page 94 of 456

 

background image
ત્રિપદીની જ દેશના દેતા (૨)
છકાય જીવના અભયદાતા (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ આતમ૦ ૪
શાંતિ-વિધાતા સમતા-સાગર (૨)
પરમપુરુષ પ્રધાન ગુણાકર (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ (૨) આતમ૦ ૫
પ્રેમે કરું દેવ-ગુરુની સેવા (૨)
પામી સેવાના મીઠા મેવા (૨)
સેવક વરે શિવધામ,
જિનને કરું હું પ્રણામ. (૨) આતમ૦ ૬
શ્રી ચોવીસ જિનેન્દ્રસ્તવન
(ચંદનહારી દેશીમાં)
મને વ્હાલા જિનેશ્વર લાગે, પ્રભુનું ધ્યાન ધ્યાવું રે;
હું તો નમન કરી શુભ ભાવે, જિણંદ ગુણ ગાવું રે (ટેક)
(સાખી)
જ્ઞાન-દર્શ-ચારિત્રથી, કરી ચાર કર્મનો અંત;
પરમાતમ પદ પામીને, પ્રભુ અનંત ગુણે શોભંતરે......
જિણંદ ગુણ ગાવું રે; હું તો નમન કરી શુભ ભાવે, જિણંદ૦
૭૬ ][ શ્રી જિનેન્દ્ર