ચંદ્ર સમાન શીતળ શોભતારે, જેમ પૂનમચંદ્ર સુખકાર રે; જિ૦
શાસન લાગ્યું છે મને મીઠડું રે, દાસ ચરણે નમે છે વારંવાર રે; જિ૦ ૪
સહકાર આગે શી માગણી રે, જિનજી મોંઘે કાળે મળ્યા આજ રે; જિ૦
પાકા વોળાવા મને ભેટિયા રે, જિનભક્તના સિધ્યાં કાજ રે, જિ૦ ૫
❀
શ્રી જિનેંદ્ર – સ્તવન
(કાલી કમલી વાલે, તુમકો લાખોં સલામ – એ દેશી)
આતમ-સંપદ-રામી, જિનને કરું હું પ્રણામ;
સ્વામીને કરું છું પ્રણામ પ્રભુને કરું હું પ્રણામ.
જ્ઞાન દર્શન ને ચારિત્રધારી (૨)
મોહરાજ પર વિજયકારી (૨)
ભેટ્યા આતમરામ, જિનને૦ (૨) આતમ૦ ૧
આત્મ-સાધના પૂરણકારી (૨)
મુજ સમ જીવનાં દુરિતહારી (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ આતમ૦ ૨
કામધેનુ કામકુંભ સરિખા (૨)
કલ્પતરુ ચિંતામણિ સરિખા (૨)
ભેટ્યા આતમરામ જિનને૦ આતમ૦ ૩
સ્તવન મંજરી ][ ૭૫