તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી૦ સી૦ ૩
સાર કરો નાથ! મ્હારી વ્હારે,
પાપતિમિરને હરજો બ્હારે;
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી૦ સી૦ ૪
કાષ્ટ-નાવ સમ પાર ઉતારે,
બાળક નમે તુમ વાર હજારે;
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી૦ સી૦ ૫
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(આવેલ આશા ભર્યા – એ દેશી)
પ્રભુ આશા ધરીને અમે આવિયારે,
અમને ઉતારો ભવોદધિ પાર રે,
જિનરાજ લગન લાગી રે. (ટેક)
સીમંધરજિન ચંદલોરે, છે મહાવિદેહનો દેવ રે; જિ૦
રાગ-દ્વેષ-મલ્લ જીતિયારે, દીઠે થાય છે પરમાનંદ રે; જિ૦ ૧
પ્રભુજી સાથે પ્રીત બાંધીરે, પુણ્ય ફળ્યા અપાર રે; જિ૦
મિથ્યામતિ જોર ટાળિયોરે, મળ્યા મનચિંતિત દાતાર રે; જિ૦ ૨
મનમંદિર વ્હેલા આવજોરે, આપ સાથે કીધો છે ખરો સ્નેહ રે; જિ૦
નામ તમારું નિત્ય સાંભરેરે, વળી ટળે છે નામથી સંદેહ રે; જિ૦ ૩
૭૪ ][ શ્રી જિનેન્દ્ર