ઇસી ધરમમેં માનતુંગને, જેલકા ફાટક ખોલા...મેરા૦
ઇસી ધરમમેં અકલંકદેવને, બૌદ્ધોંકો ઝકઝોલા....મેરા૦
ઇસી ધરમમેં ટોડરમલને, પ્રાણ તજે વિન બોલા....મેરા૦
ઇસી ધરમમેં કહાનગુરુને, અધ્યાતમરસ ઘોલા...મેરા૦
ઇસી ધરમમેં કહાનગુરુને, કુંદામૃતરસ ઘોલા....મેરા૦
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(પ્રભુજી તુમને તેજ દિખાયા – એ રાગ)
સીમંધરજિન! હું શરણ તમારે,
તુમ વિણ ભવદધિ કોણ ઉતારે..(ટેક)
ભૂલ્યો ભરતે કેમ થાઉં કિનારે;
કષ્ટ વિકટ આ કોણ નિવારે;
તું સુખકારે ઇષ્ટ હમારે,
જીવનનૈયા તાર હમારી, જીવન૦ સી૦ ૧
શાંતસ્વરૂપી આનંદકારે,
તુજ વિણ દેવ નહિ છે મારે;
તું સુખકારે ઇષ્ટ હમારે;
જીવનનૈયા તાર હમારી; જીવન૦ સી૦ ૨
કરુણાસાગર! આત્મ-આધારે,
સેવકનાં તુમ દુઃખ નિવારે;
સ્તવન મંજરી ][ ૭૩