Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 72 of 438
PDF/HTML Page 90 of 456

 

background image
તું સકલ વિરોધ મિટાવે, તું વસ્તુ-સ્વરૂપ પ્રકાશે,
સ્યાદ્વાદ ધરે નિશાન....પ્રાતઃ૦
તું શુદ્ધામૃત દાતારી, સંતોના હૃદયે પ્યારી,
રમતી અહર્નિશે હે માત....પ્રાતઃ૦
જિનવાણી અતિશય ગર્જે, ભવિચિત્ત મયુર શું નાચે,
સુણતાં થાયે સહજ કલ્યાણ....પ્રાતઃ૦
તારી કથતાં ગંભીરતાને, શ્રુતકેવળી પાર ન પામે,
સર્વે મંગલમાં શિરતાજ....પ્રાતઃ૦
સિદ્ધોનું સ્થાપન કરતી, ભવિ-અંતરમાં તું વસતી;
તું છો એક જગ-આધાર....પ્રાતઃ૦
તું અનંત ચતુષ્ટ પ્રકાશે, ભવ્ય જીવોને ઉદ્ધારે,
તારી મહિમા સુણાવે કહાન...પ્રાતઃ૦
શ્રી જૈનધર્મસ્તવન
મેરા જૈન ધરમ અણમોલા, મેરા જૈન ધરમ અણમોલા;
ઇસી ધરમમેં વીરપ્રભુને, મુક્તિકા મારગ ખોલા....મેરા૦
ઇસી ધરમમેં કુંદકુંદદેવને, શુદ્ધાતમરસ ઘોલા....મેરા૦
ઇસી ધરમમેં ઉમાસ્વામીને તત્ત્વારથકો તોલા....મેરા૦
ઇસી ધરમમેં અમૃતદેવને, કુંદરદયકો ખોલા......મેરા૦
૭૨ ][ શ્રી જિનેન્દ્ર