Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 71 of 438
PDF/HTML Page 89 of 456

 

background image
સ્યાદ્વાદ-અંકિત શાસ્ત્રો મહા રે,
સમયસાર પ્રવચનસાર....જિનવાણી૦ ૨
સર્વાંગેથી દિવ્યધ્વનિ ખીરતી રે,
જેમાં આશય અનંત સમાય...જિનવાણી૦ ૩
સુવિમલ વાણી વીતરાગની રે,
દર્શાવે શુદ્ધાત્મ સાર....જિનવાણી૦ ૪
શુદ્ધામૃત પૂરિત સરિતા વહે રે,
વહે પૂર અનાદિઅનંત.....જિનવાણી૦ ૫
માત રત્નત્રયી દાતાર છો રે,
તું છો ભવસાગરની નાવ....જિનવાણી૦ ૬
શિવમાર્ગપ્રકાશ ભારતી રે,
કરે કેવળજ્ઞાન વિકાસ....જિનવાણી૦ ૭
ખોલ્યાં રહસ્ય જિનવાણી માતનાં રે,
ગુરુ કહાન વરતાવે જયકાર.....જિનવાણી૦ ૮
શ્રી જિનવાણીસ્તવન
(જ્યોતિ ભક્તિની જગાવએ દેશી)
જય જય મંગલકારી મહાન, પ્રાતઃ પ્રણમું હે જગમાત!
તું પરમ જ્ઞાન સુઝાવે, ભવતાપોનાં દુઃખ બુઝાવે,
સુરનર પૂજિત તારાં પાદ.......પ્રાતઃ૦
સ્તવન મંજરી ][ ૭૧