પરમ નાથજી! દુઃખ કાપજો,
અચલ એહવું શર્મ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું. ૪
પરમ દેવરે! વ્યાધિ કાપજો,
અચલ એહવી શાંતિ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું. ૫
અચલ દેવરે! શત્રુ વારજો,
શરણ તાહરું સર્વદા હજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું. ૬
વિપત્તિ દાસની સર્વ કાપજો,
ચરણ પદ્મની સેવના હજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું. ૭
❏
શ્રી જિનવાણી – સ્તવન
(સહુ ભાવે નમો ગુરુરાજને રે – એ દેશી)
ધન્ય દિવ્ય વાણી ૐકારને રે,
જેણે પ્રગટ કર્યો આત્મદેવ;
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે. ૧
૭૦ ][ શ્રી જિનેન્દ્ર