Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 69 of 438
PDF/HTML Page 87 of 456

 

background image
જીવન ઉજ્જ્વલ કરતા, શિવનારી વેગે વરતા,
નિર્મળ ગુણોને ધરતારે; હું લાગું લળી લળી પાય શ્રી૦ ૩
વંછિત પેટી આત્મ-ખજાને, મ્હેર કરી આપો સેવકને;
દર્શનીય પ્રભુ તમનેરે, હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૪
નાથ નિરંજન મુજને મળિયા, મારા ભવનાં પાતકો ટળિયાં;
સેવકના ઉદ્ધાર કરિયારે; હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૫
શ્રી સીમંધર જિનસ્તવન
(લલિત છંદમાં)
સીમંધરનાથજી! મોહ ટાળજો,
સુખદ એહવો ધર્મ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
જગત-નાથજી! દર્શ આપજો;
સુખદ એહવી ભક્તિ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
જગત-તાતજી! કષ્ટ કાપજો,
સુખદ એહવું સ્વરૂપ આપજો;
પરમ ભાવથી ધ્યાન હું ધરું,
જિનપતિ! તને વંદના કરું.
સ્તવન મંજરી ][ ૬૯