આતમ-રામી શિવપદ-ગામી (૨)
હરતા ભવ ભવ પા.....પને જય૦ ૧
સુખ કરનારા ભવિજન પ્યારા (૨)
જગપતિ ત્રિભુવન ના...થને જય૦ ૨
અંતરજામી નિરમળનામી (૨)
જગતગુરુ જગ ના...થને જય૦ ૩
કુમત-હરતા સુમત-દાતા (૨)
ભવતારક ભગવં.....તને જય૦ ૪
ઉપશમરસધર મૂરતિ સુંદર (૨)
સેવક પૂજે અરિહં....તને જય૦ ૫
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(મહાવીર તમારી મનોહર મૂરતિ – એ દેશી)
શ્રી સીમંધરપ્રભુની મનહર મૂરતિ,
દેખી મન હરખાય (૨) ટેક
પૂર્ણ રવિ સમ કાંતિ સોહે, દેખી ભવિજનનાં મન મોહે;
લક્ષ્મીથી ઉત્તમ સોહેરે, હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૧
ચંદ્ર નિર્મળ કીરતિ તારી, જગત-જીવના છો ઉપકારી;
સર્વ પ્રાણી હિતકારી રે, હું લાગું લળી લળી પાય. શ્રી૦ ૨
૬૮ ][ શ્રી જિનેન્દ્ર