સંવત ઓગણીશ સત્તાણું સાલે, ફાગણ સુદિ બીજ;
સીમંધરજિનના દરિસન કરીને, સેવક થાયે લીન. તમે૦ ૬
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(મથુરામાં ખેલ ખેલી — એ દેશીમાં)
વિદેહી જિણંદ બલિહારી, શ્રીકાર આનંદકારી;
આનંદકારી પ્રભો આનંદકારી, વિદેહી જિણંદ૦ (ટેક)
જગજનમંડન પાપનિકંદન (૨)
પ્રાણ જીવન જાઉં વારી, હો નાથ! જગ ઉપકારી..વિદેહી૦ ૧
પરમ કૃપાનિધિ પરમ દયાળુ (૨)
જગદાવાનળવારિ, હો નાથ! જગહિતકારી....વિદેહી૦ ૨
સુખ કરનારા દુઃખ હરનારા (૨)
સેવું જિણંદ મનોહારી, હો નાથ! શિવસુખકારી....વિદેહી૦ ૩
નિજ ગુણધારી કર્મો હઠાવી (૨)
ધર્મધુરંધર ધોરી હો નાથ! દિલદુઃખવારિ....વિદેહી૦ ૪
ત્રિવિધત્રિવિધે વંદન કરું છું (૨)
તુજ સેવક સુખકારી, હો નાથ! ભવદુઃખહારી....વિદેહી૦ ૫
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(પ્રિયતમ પ્રભુ નમીએ આપને – એ દેશીમાં)
જય જિનવર નમીએ આ....પને
જપીએ પાવન તુમ જા....પને....જય૦ (ટેક)
સ્તવન મંજરી ][ ૬૭