શાસનનાયક! શિવસુખદાયક! તું પ્રભુ અંતરજામી;
વીરજિણંદના ચરણકમળમાં, દાસ નમે શિરનામી. આજ૦ ૫
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(રાગ – સારંગ, દેશી – માતા મરુદેવીના નંદ.......)
તમે તો ભલે બિરાજોજી,
સુવર્ણપુરમાં સીમંધર, જિનજી ભલે બિરાજોજી,
તમે તો ભલે બિરાજોજી, તમે તો ભલે બિરાજોજી,
સુવર્ણપુરમાં સીમંધર, જિનજી ભલે બિરાજોજી. (ટેક)
મંગલઆગર કરુણાસાગર, સાગર જેમ ગંભીર;
જગતના આધાર દીનદયાળુ, ઉતારો ભવજલ – તીર....તમે૦ ૧
નાથ નિરંજન ભવભયભંજન, શરણાગત-આધાર;
તરણ-તારણ બિરુદ ધરાવો, વંદું હું વારંવાર...તમે૦ ૨
નિરવિકારી શાંતમનોહર મુદ્રા નિરખી આજ;
એહવી અન્ય દેવની જગમાં, દીઠી નહિ જિનરાજ!.....તમે૦ ૩
પુષ્કલાવતી વિજય વસિયા, પિતાશ્રી શ્રેયાંસપૂજ્ય;
આનંદદાયક સત્ય માતાના, સમરૂં અહોનિશ તુજ. તમે૦ ૪
પૂરણ શશીસમ મુખમનોહર, નિરખી હર્ષ અપાર;
કેવલજ્ઞાન અનંત ગુણાકર, પ્રગટ્યા પૂર્ણાનંદ....તમે૦ ૫
૬૬ ][ શ્રી જિનેન્દ્ર