Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 65 of 438
PDF/HTML Page 83 of 456

 

background image
ચારિત્ર રત્નથી નાથજી અતિ દીપે,
હાંરે પ્રભુ અપ્રમત્ત સ્વરૂપમાં ઝૂલે;
હાંરે મનઃપર્યયજ્ઞાન ત્યાં ઊપજે,
હાંરે માંડી શ્રેણી ક્ષપક. પા૦
નિર્મળ કેવળજ્ઞાનને પ્રભુ પામી,
હાંરે થયા મુક્તિ રમણીના સ્વામી;
હાંરે તુજ સેવક નાચે શિરનામી,
હાંરે તારો દાસને નાથ! પા૦
શ્રી વીરજિનસ્તવન
આજ ભાવ સાથ, હું વંદું જોડી હાથ;
વિશ્વ ઉપકારી શ્રી વીરજિનનાથ. (ટેક)
જો જો પ્રભુની પ્રતિમા કેવી, શાંતિમય દેખાય,
નિરખે ભવનાં પાતકડાં, ધ્રૂજીને ચાલ્યાં જાય....આજ૦ ૧
પ્રભુને જોતાં મનડું મારું, અતિ ઘણું ફુલાય;
સફળ થયો પ્રભુ! દિવસ આજનો, ધન ધન તુજ મહિમાય....૨
કર્મકલંક નિવારક જિનજી, સેવકને તું તાર;
અશરણશરણ! જગજનતારણ! થયો સફળ મુજ અવતાર.....૩
જિનવરદેવના દર્શન કર્યાથી, સમકિતનો લાભ થાય;
જિન સ્વરૂપે લીન થવાથી, મરણ સમાધિ થાય....આજ૦ ૪
સ્તવન મંજરી ][ ૬૫
5