શ્રી પાર્શ્વનાથ જિન – સ્તવન
(વીર કુંવરની વાતડી કેને કહીએ – એ દેશી)
પાર્શ્વજિણંદને પ્રીતથી નિત્ય વંદું,
હાંરે નિત્ય વંદું રે નિત્ય વંદું,
હાંરે કીધાં પાપ તે સર્વ નિકંદું,
હાંરે કરી દરિસણ આજ.....પા૦ ૧
બનારસી નગરી અતિ મનોહારી,
હાંરે સહુ જનને અતિ સુખકારી;
હાંરે અશ્વસેનરાય ઘર નારી,
હાંરે વામાદેવીના નંદ....પા૦ ૨
તસ કુંખે પ્રભુ પાર્શ્વજી અવતરિયા,
હાંરે ત્રણ જ્ઞાને કરીને ભરિયા;
હાંરે પૂર્ણ ગુણ તણા છે દરિયા,
હાંરે જન્મ્યા શુભ દિન. પા૦ ૩
જન્મ-ઓછવ હરિ મેરુએ જઈ કરતા,
હાંરે ઇંદ્ર સહસ્ર નેત્રને ધરતા;
હાંરે નીરે નિરમળ કળશા ભરતા,
હાંરે કરતા અભિષેક. પા૦ ૪
સંયમ વેળા લોકાંતિક દેવા આવે,
હાંરે પ્રભુ વૈરાગ્ય ભાવના ભાવે;
હાંરે ઇંદ્ર દીક્ષા-ઓછવ મલાવે,
હાંરે કરે સહુ ગુણગ્રામ. પા૦ ૫
૬૪ ][ શ્રી જિનેન્દ્ર