નાથ નિરંજન પ્યારા, પ્રભુ! દુઃખ વારો મારાં;
શિવસુખના દેનારા, મોહન ગા.....રી.....રે. મૂરતિ૦ ૪
દયાળુ દિલધારી, અજ્ઞાનદુઃખહારી;
દાસ કરો ભવપારી, મોહન ગા.....રી....રે. મૂરતિ૦ ૫
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(ધનભાગ્ય અમારે આંગણ આવ્યા – એ દેશી)
ધનભાગ્ય અમારે મંદિર આવ્યા, સીમંધર ભગવાન;
વધાવું આજ અર્ઘ્યનો થાળ ભરી ભાવ સાથ....(ટેક)
ચંદ્ર સૂરજ સમ રૂપે જગપતિ, શાંતિના કરનાર;
ધર્મદાતા તારું દરિસન પ્યારું, નરનારી સુખકાર....વધાવું૦ ૧
જૈન ધરમનો જય વરતાવ્યો, ધન્ય! તુજ અવતાર;
શાંતિદાતા તારું શાસન લાગે, ભવિજનને હિતકાર....વધાવું૦ ૨
જ્ઞાન-આનંદ નિજ સ્વરૂપે રમતા, આતમગુણ ભંડાર;
શર્મદાતા તું ભવિજનત્રાતા, મનવાંછિત દાતાર.....વધાવું૦ ૩
સ્યાદ્વાદ સમ ધર્મપ્રરૂપક, જ્ઞાન દર્શન ધરનાર;
શ્રેયદાતા તું જગજનત્રાતા, ભવદુઃખને હરનાર....વધાવું૦ ૪
રાગદ્વેષ સમ કો નહિ શત્રુ, હણી થયા અરિહંત;
સૌમ્યતામાં પુનમશશિસમ, ભક્ત પૂજે ભગવંત......વધાવું૦ ૫
❀
સ્તવન મંજરી ][ ૬૩