ભવજલતારણ દુઃખનિવારણ,
સુર નર જિનગુણ ગાયા, હો દેવ ત્રિભુવનરાયા. સી૦ ૨
અજ્ઞાન પડલને દૂર કરનારા,
દર્શન અમૃત પાયા, હો દેવ ત્રિભુવનરાયા સી૦ ૩
જન્મ-મરણના ફેરા નિવારી,
અજરામરપદ પાયા, હો દેવ ત્રિભુવનરાયા. સી૦ ૪
કરુણાસાગર જિન! વંદન કરું છું,
તુજ સેવક ગુણ ગાયા, હો દેવ ત્રિભુવનરાયા. સી૦ ૫
❀
શ્રી વિદેહી જિન – સ્તવન
(રખિયા બંધાઓ ભૈયા — એ દેશી)
મૂરતિ વિદેહીજન પ્યારી, મોહન ગા......રી......રે;
મોહન ગા.......રી.......રે, મૂરતિ વિદેહી૦ મોહન૦ (ટેક)
ચાર કરમને વામી, કેવળજ્ઞાનના સ્વામી;
વંદું હું અંતરજામી, મોહન ગા.....રી.......રે. મૂરતિ૦ ૧
કષાયભાવ મારી, ચિદ્રૂપે લીનતા જામી;
આતમતત્ત્વ વિચારી, મોહન ગા.......રી.......રે. મૂરતિ૦ ૨
ભવમાં ભમતો આયો, નાથ! મેં દર્શન પાયો;
મૂરતિ જોઈ લોભાયો, મોહન ગા.....રી......રે. મૂરતિ૦ ૩
૬૨ ][ શ્રી જિનેન્દ્ર