સીમંધરનાથજીને.....૧
વીતરાગ! આપ ચિત્તમાં, રહું ભાગ્યની વાત (૨); હાં હાંરે૦
પણ આપ મારા ચિત્તમાં, રહો જગતાત! (૨); હાં હાંરે૦
સીમંધરનાથજીને.....૨
મારું મન જો પ્રસન્ન તો, આપની પ્રસન્નતા (૨); હાં હાંરે૦
આપશ્રીના પ્રસાદથી, હોય મનની સમતા (૨); હાં હાંરે૦
સીમંધરનાથજીને.....૩
ઇંદ્ર પણ અસમર્થ છે, રૂપ-લક્ષ્મી જોવાને (૨); હાં હાંરે૦
ધરણેંદ્ર પણ અશક્ત છે, તુમ ગુણ ગાવાને (૨); સ્ર્હાં હાંરે૦
સીમંધરનાથજીને....૪
આપની આણા પાળવા, અમ શક્તિ આપો (૨); હાં હાંરે૦
લળી લળી નમું હું આપને, દાસ કર્મને કાપો (૨); હાં હાંરે૦
સીમંધરનાથજીને....૫