જગહિતકારી અરિહાજીની, ના’વે બીજી જોડ......
હાંહારે પ્રભુ ના’વે બીજી જોડ; દરિસણ૦ (ટેક)
જિનવર એક અનેકી જગમાં, તુજ ભક્તિ છે મુજ રગરગમાં;
અનુપમ શાંતિધારી અમોને, ધર્મના પંથે જોડ......
હાંહાંરે વિભુ ધર્મના પંથે જોડ; દ૦ – સીમં૦ ૧
આનનજ્યોતિ પ્રભુની શોભે, મોહરાય બહુ દેખી ક્ષોભે;
અનુપમ જ્ઞાનના ધારી અમોને, ધર્મના પંથે જોડ......
હાંહાંરે વિભુ ધર્મના પંથે જોડ; દ૦ – સીમં૦ ૨
પુણ્યતરુ પ્રભુકૃપાએ ફળિયો, મુજ દેવાધિદેવ તું મળિયો;
અનુપમ દર્શનધારી અમોને, ધર્મના પંથે જોડ....
હાંહાંરે વિભુ ધર્મના પંથે જોડ; દ૦ – સીમં૦ ૩
જેમ મહીધર મેરુ સંગતથી, થાય કંચનતા તૃણમાંહેથી;
અનુપમ ચારિત્રધારી અમોને, ધર્મના પંથે જોડ.....
હાંહાંરે વિભુ ધર્મના પંથે જોડ; દ૦ – સીમં૦ ૪
પ્રભુની સંગે તેમ સંસારી, કર્મકલંકને દૂર નિવારી;
આતમની જ્યોત વરે શિવનારી, સેવકને કર્મથી છોડ....
હાંહાંરે વિભુ સેવક નમે કરજોડ; દ૦ – સીમં૦ ૫
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(ઉત્સવ રંગ વધામણા – એ દેશી)
સીમંધરનાથજીને વિનવું, પ્રભુ અમ ઘેર આવો,
પ્રભુ અમ ઘેર આવો, હાં હારે પ્રભુ અમ ઘેર આવો.
૬૦ ][ શ્રી જિનેન્દ્ર