૧૨૨ ]
અર્થઃ — સર્વ દ્રવ્ય છે તે ત્રણે કાળમાં અનંતાનંત છે — અનંત પર્યાયો સહિત છે; તેથી શ્રી જિનેન્દ્રદેવે સર્વ વસ્તુને અનેકાન્ત અર્થાત્ અનંતધર્મસ્વરૂપ કહી છે.
હવે કહે છે કે અનેકાન્તાત્મક વસ્તુ જ અર્થક્રિયાકારી છેઃ —
અર્થઃ — જે વસ્તુ અનેકાન્ત છે – અનેકધર્મસ્વરૂપ છે તે જ નિયમથી કાર્ય કરે છે. લોકમાં પણ બહુધર્મયુક્ત પદાર્થ છે તે જ કાર્ય કરવાવાળો દેખાય છે.
ભાવાર્થઃ — લોકમાં નિત્ય-અનિત્ય, એક-અનેક ઇત્યાદિ અનેક ધર્મયુક્ત વસ્તુ છે તે જ કાર્યકારી દેખાય છે. જેમ માટીનાં ઘટ આદિ અનેક કાર્ય બને છે તે જો માટી સર્વથા એકરૂપ-નિત્યરૂપ વા અનેકરૂપ -અનિત્યરૂપ જ હોય તો તેમાં ઘટ આદિ કાર્ય બને નહિ. એ જ પ્રમાણે સર્વ વસ્તુ જાણવી.
હવે સર્વથા એકાન્તરૂપ વસ્તુ કાર્યકારી નથી એમ કહે છેઃ —
અર્થઃ — વળી એકાન્તસ્વરૂપ દ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય જ ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે.
ભાવાર્થઃ — જે અર્થક્રિયારૂપ હોય તેને જ પરમાર્થરૂપ વસ્તુ કહી