લોકાનુપ્રેક્ષા ]
છે પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફક શૂન્યરૂપ છે.
હવે સર્વથા નિત્ય-એકાન્તમાં અર્થક્રિયાકારીપણાનો અભાવ દર્શાવે છેઃ —
અર્થઃ — પરિણામ રહિત જે નિત્ય દ્રવ્ય છે તે કદી વિણસે-ઊપજે નહિ, તો તે કાર્ય શી રીતે કરે? એ પ્રમાણે જે કાર્ય ન કરે તે વસ્તુ જ નથી. જો તે ઊપજે – વિણસે તો સર્વથા નિત્યપણું ઠરતું નથી.
હવે ક્ષણસ્થાયી (સર્વથા અનિત્ય – બૌદ્ધ)ને કાર્યનો અભાવ દર્શાવે છેઃ —
અર્થઃ — જો ક્ષણસ્થાયી – પર્યાયમાત્ર તત્ત્વ ક્ષણ-ક્ષણમાં અન્ય અન્ય થાય એવું વિનશ્વર માનીએ તો તે અન્વયી દ્રવ્યથી રહિત થતું થકું કાંઈ પણ કાર્ય સાધતું નથી. ક્ષણસ્થાયી-વિનશ્વરને વળી કાર્ય શાનું? (ન જ હોય).
હવે અનેકાન્ત વસ્તુમાં જ કાર્યકારણભાવ બને છે એમ દર્શાવે છેઃ —