બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
હવે કહે છે કે — આ મનુષ્યગતિમાં જ તપશ્ચરણાદિક છે એવો નિયમ છેઃ —
અર્થઃ — હે ભવ્યજીવ! આ મનુષ્યગતિમાં જ તપનું આચરણ હોય છે, આ મનુષ્યગતિમાં જ સકલ મહાવ્રત હોય છે, આ મનુષ્યગતિમાં જ ધર્મ – શુક્લધ્યાન હોય છે તથા આ મનુષ્યગતિમાં જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ હોય છે.
અર્થઃ — એવું આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિયવિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નને પામી, તેને ભસ્મને માટે દગ્ધ કરે છે.
ભાવાર્થઃ — અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્યપર્યાય એક અમૂલ્ય રત્ન તુલ્ય છે; તેને વિષય – કષાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી.
હવે કહે છે કે – આ મનુષ્યપણામાં રત્નત્રયને પામી તેનો મહાન આદર કરોઃ —
૧-૨ અહીં ‘अपि’ શબ્દ નિશ્ચયાર્થ માટે છે.