૧૫૮ ]
અર્થઃ — આ જીવ કદાચિત્ રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો, નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું એવો બની, દુર્ગતિમાં ગમન કરે છે.
એવું મનુષ્યપણું દુર્લભ છે એટલા માટે (જીવને) રત્નત્રયની પ્રાપ્તિ થાઓ! એમ કહે છેઃ —
અર્થઃ — જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે. – એવો નિશ્ચય કરી હે ભવ્યજીવો! આ મિથ્યાત્વ અને કષાયને છોડો. એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
હવે કહે છે કે – જો કદાચિત્ એવું દુર્લભ મનુષ્યપણું પામી જીવ શુભભાવોથી દેવપણું પામે તો ત્યાં ચારિત્ર પામતો નથીઃ —
અર્થઃ — અથવા મનુષ્યપણામાં કદાચિત્ શુભપરિણામોથી દેવ પણ થાય અને કદાચિત્ ત્યાં સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં તપશ્ચરણ – ચારિત્ર પામતો નથી. દેશવ્રત – શ્રાવકવ્રત તથા શીલવ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સપ્તશીલનો લવલેશ પણ પામતો નથી.