Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 293-296.

< Previous Page   Next Page >


Page 157 of 297
PDF/HTML Page 181 of 321

 

બોધિદુર્લભાનુપ્રેક્ષા ]

[ ૧૫૭
अह णीरोओ होदि हु तह वि ण पावेदि जीवियं सुइरं
अह चिरकालं जीवदि तो सीलं णेव पावेदि ।।२९३।।
अथ नीरोगः भवति स्फु टं तथापि न प्राप्नोति जीवितं सुचिरम्
अथ चिरकालं जीवति तत् शीलं नैव प्राप्नोति ।।२९३।।

અર્થઃઅથવા કદાચિત્ નીરોગ પણ થાય તો ત્યાં દીર્ઘ જીવન અથવા દીર્ઘાયુ ન પામે; એ પામવું દુર્લભ છે; અથવા કદાચિત્ દીર્ઘ આયુ પણ પામે તો ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃતિ-ભદ્ર-પરિણામ ન પામે; તેથી સુષ્ઠુ (ઉત્તમભદ્રસરળ) સ્વભાવ પામવો દુર્લભ છે.

अह होदि सीलजुत्तो तह वि ण पावेइ साहुसंसग्गं
अह तं पि कह वि पावदि सम्मत्तं तह वि अइदुलहं ।।२९४।।
अथ भवति शीलयुक्तः तथापि न प्राप्नोति साधुसंसर्गम्
अथ तमपि कथं अपि प्राप्नोति सम्यक्त्वं तथा अपि अतिदुर्लभम् ।।२९४।।

અર્થઃકદાચિત્ ઉત્તમસ્વભાવ પણ પામે તો ત્યાં સાધુ પુરુષોની સંગતિ પામે નહિ, અને તે પણ કદાચિત્ પામે તો ત્યાં સમ્યગ્દર્શન પામવુંસત્શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે.

सम्मत्ते वि य लद्धे चारित्तं णेव गिह्णदे जीवो
अह कह वि तं पि गिह्णदि तो पालेदुं ण सक्केदि ।।२९५।।
सम्यक्त्वे अपि च लब्धे चारित्रं नैव गृह्णाति जीवः
अथ कथमपि तत् अपि गृह्णाति तत् पालयितुं न शक्नोति ।।२९५।।

અર્થઃકદાચિત્ સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચારિત્ર ગ્રહણ કરે નહીં, કદાચિત્ ચારિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહિ.

रयणत्तये वि लद्धे तिव्वकसायं करेदि जइ जीवो
तो दुग्गईसु गच्छदि पणट्ठरयणत्तओ होउं ।।२९६।।