ધર્માનુપ્રેક્ષા ]
હવે ધર્માનુપ્રેક્ષાનું નિરૂપણ કરે છે. ત્યાં ‘ધર્મનું મૂળ સર્વજ્ઞદેવ છે’ — એમ પ્રગટ કરે છેઃ —
અર્થઃ — ત્રિકાલ ગોચર સમસ્ત ગુણ-પર્યાયો સહિત સંપૂર્ણ લોક -અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞદેવ છે.
ભાવાર્થઃ — આ લોકમાં જીવદ્રવ્ય અનંતાનંત છે, તેનાથી અનંતાનંતગણાં પુદ્ગલદ્રવ્યો છે, આકાશ, ધર્મ અને અધર્મદ્રવ્ય એક-એક છે તથા અસંખ્યાત કાલાણુદ્રવ્યો છે, લોકાકાશની પાર (આસપાસ) અનંતપ્રદેશી આકાશદ્રવ્ય છે તે અલોક છે. તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગણા સમયરૂપ ભવિષ્યકાળ છે.૧ તે કાળના સમય-સમયવર્તી એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. તે બધાંય દ્રવ્યપર્યાયોને, યુગપત્ (એકસાથે) એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન-ભિન્ન જેમ છે તેમ, જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞદેવ છે. એ જ દેવ છે, બાકી બીજાને દેવ કહેવામાં આવે છે તે કહેવામાત્ર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે. તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિયગોચર નથી પણ અતીન્દ્રિય છે અને તેનું ફળ સ્વર્ગ-મોક્ષ છે તે પણ અતીન્દ્રિય છે. છદ્મસ્થને ઇન્દ્રિયજ્ઞાન છે તે પરોક્ષ તેને જ્ઞાનગોચર નથી. જે સર્વ પદાર્થોને પ્રત્યક્ષ દેખે તે ધર્મનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ દેખે. એટલા માટે એ ધર્મનું સ્વરૂપ શ્રી સર્વજ્ઞદેવનાં વચનથી ૧ જુઓ પાછળ ગાથા ૨૨૧