૧૬૨ ]
જ પ્રમાણ છે, અન્ય છદ્મસ્થનું કહેલું પ્રમાણ નથી. પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરાપૂર્વક છદ્મસ્થ કહે તે પ્રમાણ છે. તેથી ધર્મના સ્વરૂપકથનમાં મૂળકારણરૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું.
અર્થઃ — હે સર્વજ્ઞના અભાવવાદી? જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થો – ઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોને – કોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો ઇન્દ્રિયોના સંબંધમાં આવેલા વર્તમાન સ્થૂલ પદાર્થોને જાણે છે. તેના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી.
ભાવાર્થઃ — સર્વજ્ઞનો અભાવ મીમાંસક તથા નાસ્તિક કહે છે. તેમને અહીં નિષેધ્યા છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મ – અધર્મનું ફળ તો અતીન્દ્રિય છે, તેને સર્વજ્ઞ વિના (યથાર્થ – પૂર્ણ) કોઈ જાણી શકતું નથી. એટલા માટે ધર્મ-અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો!
અર્થઃ — એ સર્વજ્ઞદેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છેઃ એક તો સંગથી આસક્ત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ત્યાં પ્રથમ ગૃહસ્થનો ધર્મ તો બાર ભેદરૂપ છે તથા બીજો મુનિનો ધર્મ દશ ભેદરૂપ છે.