ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — સમ્યગ્દર્શન શુદ્ધ છે જેને એવા (૧) મદ્યાદિક સ્થૂલ દોષોથી રહિત દર્શનપ્રતિમા ધારક, (૨) પાંચ અણુવ્રત – ત્રણ ગુણવ્રત – ચાર શિક્ષાવ્રત એવા બાર વ્રતો સહિત વ્રતપ્રતિમાધારી, (૩) સામાયિક પ્રતિમાધારી, (૪) પર્વવ્રતી (પૌષધોપવાસ પ્રતિમાધારી), (૫) પ્રાસુક -આહારી, (૬) રાત્રિભોજનત્યાગી, (૭) મૈથુનત્યાગી, (૮) આરંભ- ત્યાગી, (૯) પરિગ્રહત્યાગી, (૧૦) કાર્યાનુમોદના રહિત, (૧૧) ઉદિષ્ટાહાર-વિરત. એ પ્રમાણે (અગિયાર પ્રતિમા અને એક શુદ્ધ સમ્યગ્દર્શન મૂળ મળી) શ્રાવકધર્મના બાર ભેદ છે. તેમાં પ્રથમ ભેદ તો પચ્ચીસ મળદોષરહિત શુદ્ધ અવિરતસમ્યગ્દર્શન છે તથા બાકીના અગિયાર ભેદ પ્રતિમાઓના વ્રતો સહિત હોય તે વ્રતી શ્રાવક છે.
હવે એ બારે ધર્મોનાં સ્વરૂપ વગેરેનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ જ અવિરતસમ્યગ્દ્રષ્ટિનું સ્વરૂપ કહે છે. તેમાં પણ પહેલાં સમ્યક્ત્વ ઉત્પત્તિની યોગ્યતાનું નિરૂપણ કરે છેઃ —