Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 308.

< Previous Page   Next Page >


Page 164 of 297
PDF/HTML Page 188 of 321

 

૧૬૪ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

અર્થઃઆવો જીવ સમ્યક્ત્વને પામે છે કે જે પ્રથમ તો ભવ્યજીવ હોય, કારણ કે અભવ્યને સમ્યક્ત્વ થાય નહિ. વળી ચારે ગતિમાં સમ્યક્ત્વ ઊપજે છે; ત્યાં પણ મન સહિત સંજ્ઞીને ઊપજે છે પણ અસંજ્ઞીને ઊપજતું નથી; તેમાં પણ વિશુદ્ધ (શુભ) પરિણામી અને શુભ લેશ્યા સહિત હોય; અશુભ લેશ્યામાં પણ શુભ લેશ્યા સમાન કષાયસ્થાનકોમાં હોય તેને પણ ઉપચારથી વિશુદ્ધ કહેવામાં આવે છે, પરંતુ સંક્લેશ પરિણામોમાં સમ્યક્ત્વ ઊપજતું નથી; જાગ્રતાવસ્થામાં થાય પણ નિદ્રાવસ્થામાં થાય નહિ. પૂર્ણ પર્યાપ્તિવાળાને થાય પણ અપર્યાપ્તઅવસ્થામાં થાય નહિ; સંસારકિનારો જેને નજીક વર્તતો હોય અર્થાત્ નિકટભવ્ય હોય, કારણ

અર્દ્ધપુદ્ગલપરાવર્તન કાળ પહેલાં

સમ્યક્ત્વ ઊપજતું નથી; તથા જ્ઞાની હોય એટલે સાકાર ઉપયોગવાન હોય, કારણ કે નિરાકાર દર્શનોપયોગમાં સમ્યક્ત્વ ઊપજતું નથી. આવા જીવને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે.

હવે, સમ્યક્ત્વના ત્રણ પ્રકાર છે તેમાં, ઔપશમિક અને ક્ષાયિક -સમ્યક્ત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છેઃ

सत्तह्णं पयडीणं उवसमदो होदि उवसमं सम्मं
खयदो य होदि खइयं केवलिमूले मणूसस्स ।।३०८।।
सप्तानां प्रकृतीनां उपशमतः भवति उपशमं सम्यक्त्वम्
क्षयतः च भवति क्षायिकं केवलिमूले मनुष्यस्य ।।३०८।।

અર્થઃમિથ્યાત્વ, સમ્યગ્મિથ્યાત્વ, સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઔપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઊપજે છે.

ભાવાર્થઃઅહીં એમ જાણવું કે ક્ષાયિક સમ્યક્ત્વનો પ્રારંભ તો