ધર્માનુપ્રેક્ષા ]
કેવલી-શ્રુતકેવલીની નિકટતામાં કર્મભૂમિના મનુષ્યને જ થાય છે તથા તેની નિષ્ઠાપના (પૂર્ણતા) અન્ય ગતિમાં (ચારે ગતિમાંથી કોઈ એકમાં) પણ થાય છે.૧
અર્થઃ — પૂર્વોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય, તથા સજાતિરૂપે એટલે સમાનજાતીય પ્રકૃતિરૂપે ઉદય હોય તથા સમ્યક્કર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થાય છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ અને સમ્યગ્મિથ્યાત્વના ઉદયનો અભાવ હોય સમ્યક્પ્રકૃતિનો ઉદય હોય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના ઉદયનો અભાવ હોય તથા વિસંયોજન૨ કરી અપ્રત્યાખ્યાનાવરણાદિરૂપથી ઉદયમાન હોય, તે વેળા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ઊપજે છે. આ ત્રણે સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમ્મટસાર – લબ્ધિસારથી જાણવું.
હવે ઔપશમિક – ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, અનંતાનુબંધીનું વિસંયોજન તથા દેશવ્રત — એ ત્રણેનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છેેઃ — ૧જુઓ ગોમ્મટસાર જીવ૦ ગાથા ૬૪૭ ૨જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની (અનંતાનુબંધીની) સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.