૧૬૬ ]
અર્થઃ — ઔપશમિક-ક્ષાયોપશમિક એ બંને સમ્યક્ત્વ તથા અનંતાનુબંધીનો વિનાશ અર્થાત્ વિસંયોજન (એટલે તેને અપ્રત્યાખ્યાનાદિરૂપ પરિણમાવવું ) અને દેશવ્રત એ ચારેને આ જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાત વાર ગ્રહણ કરે છે તથા છોડે છે.
ભાવાર્થઃ — પલ્યના અસંખ્યાતમા ભાગપ્રમાણ જે અસંખ્યાત છે તેટલી વાર ઉત્કૃષ્ટપણે (ઉપરનાં ચારેને) આ જીવ ગ્રહણ કરે તથા છોડે, તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ જેનાથી જાણી શકાય એવા તત્ત્વાર્થશ્રદ્ધાનને નવ ગાથાસૂત્રો દ્વારા કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ સપ્ત ભંગો દ્વારા અનેકાન્તતત્ત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, [કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ – નિષેધથી વચનના સાત જ ભંગ થાય છે. (યથા प्रश्नवशादेकस्मिन्वस्तुन्यविरोधेन