Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 168 of 297
PDF/HTML Page 192 of 321

 

૧૬૮ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

ન જાય માટે ‘વસ્તુ સ્યાત્ અસ્તિનાસ્તિ-અવક્તવ્ય છે.’ એ પ્રમાણે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે. અને એ જ રીતે એકત્વ, અનેકત્વ આદિ સામાન્ય ધર્મો ઉપર સાત ભંગ વિધિનિષેધપૂર્વક લગાવવા. જ્યાં જેવી અપેક્ષા સંભવિત હોય ત્યાં તેવી લગાવવી.

વળી એ જ પ્રમાણે જીવત્વ આદિ વિશેષ ધર્મોમાં પણ (સાત સાત ભંગ) લગાવવા. જેમ જીવ નામની વસ્તુ ઉપર ‘સ્યાત્ જીવત્વ, સ્યાત્ અજીવત્વ’ ઇત્યાદિ પ્રકારે લગાવવા. ત્યાં અપેક્ષા આ પ્રમાણે છે કે પોતાનો જીવત્વધર્મ પોતાનામાં છે માટે જીવત્વ છે, પણ પર અજીવનો અજીવત્વ ધર્મ તેમાં નથી, તથા અન્ય ધર્મને મુખ્ય કરી કહીએ તો તેની અપેક્ષાએ અજીવત્વ છે ઇત્યાદિ પ્રકારથી લગાવવા. તથા જીવ અનંત છે એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે અને પરનું જીવત્વ તેમાં નથી તેથી એ અપેક્ષાએ અજીવત્વ છે એમ પણ સાધી શકાય છે. ઇત્યાદિ અનાદિનિધન અનંત જીવઅજીવ વસ્તુ છે, તે સર્વમાં પોતપોતાના દ્રવ્યત્વપર્યાયત્વ આદિ અનંત ધર્મ છે, તે સર્વ સહિત સપ્તભંગ સાધવા. વળી તેના સ્થૂલ પર્યાય છે તે પણ ચિરકાળસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે, જેમ કે જીવ સંસારીસિદ્ધ. સંસારીમાં ત્રસ અને સ્થાવર, તેમાં મનુષ્ય તિર્યંચ આદિ, પુદ્ગલમાં પણ અણુ-સ્કંધ, ઘટ-પટ આદિ. હવે તેમાં પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; એ પણ ઉપર પ્રમાણે સપ્તભંગથી સાધવા. વળી એ જ પ્રમાણે જીવ-પુદ્ગલના સંયોગથી થયેલા આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ આદિ ભાવમાં પણ બહુધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિનિષેધથી અનેક ધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. એ સર્વ પણ સપ્તભંગથી સાધવા.

જેમ એક પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું અને ભત્રિજાપણું આદિ ધર્મ હોય છે તે પોતપોતાની અપેક્ષાએ વિધિ-નિષેધપૂર્વક સાત ભંગ દ્વારા જાણવા. આ નિયમથી જાણવું કે વસ્તુમાત્ર અનેક ધર્મસ્વરૂપ છે. તે સર્વને જે અનેકાન્ત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ