Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 169 of 297
PDF/HTML Page 193 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૧૬૯

પદાર્થ છે, તેમને ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવા. તેનું સાધન શ્રુતજ્ઞાનપ્રમાણ છે, તેના ભેદ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક છે અને તેના પણ ભેદ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય છે. વળી તેના પણ ઉત્તરોત્તર જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. તેને પ્રમાણસપ્તભંગી તથા નયસપ્તભંગીના વિધાન દ્વારા સાધી શકાય છે. એનું કથન પ્રથમ લોકભાવનામાં કર્યું છે, તથા તેનું વિશેષ કથન શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકાથી જાણવું. એ પ્રમાણે પ્રમાણનય દ્વારા જીવાદિ પદાર્થોને જાણીને જે શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ થાય છે.

અહીં આ વિશેષ જાણવું કેનય, વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે અને તે પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેને મુખ્યગૌણ કરીને કહે છે. જેમ જીવ નામની વસ્તુમાં અનેક ધર્મ છે તોપણ ચેતનપણું આદિ પ્રાણધારણપણું અજીવોથી અસાધારણ જોઈએ. અજીવોથી (જીવને) જુદો બતાવવા માટે પ્રયોજનવશ મુખ્ય કરી ચેતનવસ્તુનું ‘જીવ’ નામ રાખ્યું. એ જ પ્રમાણે સર્વ ધર્મોંને પ્રયોજનવશ મુખ્યગૌણ કરવાની વિધિ જાણવી.

અહીં એ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે તથા ગૌણને વ્યવહાર કહ્યો છે. ત્યાં અભેદધર્મને તો પ્રધાનપણે નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદ-નયને ગૌણ કરી વ્યવહાર કહ્યો. વળી દ્રવ્ય તો અભેદ છે તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે, તથા પર્યાય ભેદરૂપ છે તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે. ત્યાં પ્રયોજન આ છે કેવસ્તુને ભેદરૂપ તો સર્વ લોક જાણે છેઅને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક પર્યાયબુદ્ધિ છે. જીવને નરનારકાદિક પર્યાય છે, રાગદ્વેષક્રોધમાન માયાલોભાદિ પર્યાય છે તથા જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિ પણ પર્યાય છે, એ સર્વ પર્યાયોને જ લોક જીવ માને છે, તેથી એ પર્યાયોમાં અભેદરૂપ અનાદિ અનંત એકભાવરૂપ ચેતનાધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનયનો વિષય કહી જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત ભેદનયને ગૌણ કર્યો. અભેદદ્રષ્ટિમાં તે (ભેદનય) દેખાતો નથી તેથી અભેદનયનું દ્રઢશ્રદ્ધાન કરાવવા માટે કહ્યું કેપર્યાયનય છે તે વ્યવહાર છેઅભૂતાર્થ છેઅસત્યાર્થ