૧૭૦ ]
છે. ભેદબુદ્ધિના એકાન્તનું નિરાકરણ કરવા માટે આમ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં એમ નથી કે આ ભેદ છે તેને અસત્યાર્થ કહ્યો છે – વસ્તુનું સ્વરૂપ નથી. જો એ પ્રમાણે કોઈ સર્વથારૂપ માને તો તે અનેકાન્તમાં સમજ્યો નથી પણ સર્વથા એકાન્તશ્રદ્ધાનથી મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. અધ્યાત્મશાસ્ત્રમાં જ્યાં નિશ્ચય-વ્યવહારનય કહ્યા છે ત્યાં પણ એ બંનેના પરસ્પર વિધિ – નિષેધપૂર્વક સપ્તભંગથી વસ્તુને સાધવી. જો એકને સર્વથા સત્યાર્થ માનવામાં આવે અને એકને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો ત્યાં મિથ્યાશ્રદ્ધાન થાય છે માટે ત્યાં પણ ‘કથંચિત્’ સમજવું.
વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચારનય કહેવામાં આવે છે અને તે પણ વ્યવહારનયમાં ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં ઉપચાર પ્રવર્તે છે. જેમ ‘ઘીનો ઘડો’ કહીએ ત્યાં માટીના ઘડાના આશ્રયે ઘી ભર્યું હોય ત્યાં વ્યવહારીજનોને આધાર – આધેયભાવ દેખાય છે તેને પ્રધાન કરીને કહેવામાં આવે છે કે ‘ઘીનો ઘડો છે’. લોક પણ એમ જ કહેવાથી સમજે અને ઘીનો ઘડો મંગાવે તો તેને લાવે. તેથી ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. એ જ પ્રમાણે અભેદનયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી ત્યારે તેમાં જ ભેદ કહે તે અસત્યાર્થ છે એટલે ત્યાં પણ ઉપચાર સિદ્ધ થાય છે. આ મુખ્ય ગૌણના ભેદને (રહસ્યને) સમ્યગ્દ્રષ્ટિ જાણે છે.
મિથ્યાદ્રષ્ટિ અનેકાન્તવસ્તુને જાણતો નથી પણ સર્વથા એક ધર્મ ઉપર દ્રષ્ટિ પડતાં તેને જ સર્વથારૂપ વસ્તુ માની અન્ય ધર્મોને કાં તો સર્વથા ગૌણ કરી અસત્યાર્થ માને છે અને કાં તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે – મિથ્યાશ્રદ્ધાનને દ્રઢ કરે છે. અને તે મિથ્યાત્વ નામની કર્મ-પ્રકૃતિના ઉદયથી યથાર્થ શ્રદ્ધા થતી નથી તેથી એ પ્રકૃતિના કાર્યને પણ મિથ્યાત્વ જ કહેવામાં આવે છે. એ પ્રકૃતિનો અભાવ થતાં તત્ત્વાર્થોનું યથાર્થ શ્રદ્ધાન થાય છે તે આ અનેકાન્તવસ્તુમાં પ્રમાણ નયથી સાતભંગ દ્વારા સાધવામાં આવે તે સમ્યક્ત્વનું કાર્ય છે. તેથી તેને પણ સમ્યક્ત્વ જ કહેવામાં આવે છે એમ જાણવું.
જૈનદર્શનની કથની અનેક પ્રકારથી છે તેને અનેકાન્તરૂપ સમજવી